Gujarati Quote in Motivational by Ravi Lakhtariya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી દરવાજે ઉભો રહ્યો છું
લાચાર અને બેબસ‌ થઇ રહ્યો છું
મહેનત કરવાના સપનાઓ
નહીં કે સફળતાના શિખરો જોઇ રહ્યો છું
ફરી દરવાજે ઉભો થઇ ગયો છું

બસ એક ‌તકની‌ રાહ ‌જોઇ‌ રહ્યો છું
સફળતા છે મનમાં
પણ ‌મહેનત કરવા મથી રહ્યો છું
બસ ફરી દરવાજે ઉભો થઇ ગયો છું
એક‌‌ તક મળે ‌રાહ જોઇ રહ્યો છું

જાણે છે તુ ભગવાન કઇક કરી શકુ છું
સફળતાઓને પણ પલક જબકાવતા પામી શકું છું
બસ હવે આ નસીબનુ આ પાંગળું ન વાર
હવે હું રોઇ રહ્યો છું

એક તક આપ રાહ જોઈ રહ્યો છું
નથી હું તે જે સમજી શકુ તારી પરીક્ષા
માની લીધું મે સાધુની આ પરીક્ષામાં નાપાસ ‌થઇ ગયો છું

મહેનત હજાર છે જાણે છે લોકો તે જાણી રહ્યો છું
પણ છતા તારા ભરોસે રહેવાની સલાહ ‌જાણી મરી ‌રહયો‌ છું

ન હતુ તે પણ પામ્યું...
લાગણીઓ વગરના સંસારમાં લાગણીઓ પામી પણ જાણ્યું
સંબંધોનું મુલ્ય બનતા પહેલા તૂટતા જોયું


સત્ય છુ સ્વીકારું છું ને અંત સુધી પણ પહોંચી ગયો છું
બસ‌ ભગવાન એક તક આપ રાહ જોઈ રહ્યો છું....

જીવનના આ સમયમાં મૃત્યુ બિછાનીએ પડી રહ્યો છું
હે ભગવાન સમજવાની સમજાવાની એક તક આપ

કઇક સાબિત કરવાની એક તક આપ
એ જ રાહ જોઈ રહ્યો છું... નહીતર આ મૃત્યુ આપ
બસ ‌રાહ જોઇ રહ્યો છું
રાહ જોઈ રહ્યો છું....




રવિ લખતરિયા

Gujarati Motivational by Ravi Lakhtariya : 111415143
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now