❤️મારી મસ્ત ડ્રિમ ગર્લ ભાગ -6❤️
બન્ને વાતો કરતા કરતા નાસ્તો કરવા લાગ્યા. દીપકના ચહેરા પર પ્રસન્નતા હતી. નાસ્તો કરી દિપક ડિશ મુકવા માટે ડિશને પોતાના હાથમાં ઉપાડી, ત્યાં જ નિકિતા બોલી
"ઓયે ડિશ મુક એ લોકો આવી લઈ જશે"
દિપક મનમાં વિચારતો હતો આ રહસ્યવાળી બિન્દાસ છોકરી કોણ હશે? એક જ મુલાકાતમાં મને સ્વીટ હાર્ટ કહેવા લાગી. જે હોઈ તે એને કહેવું હોય તો કહેશે આપણે આપણું કામ કરી.
"ચાલો નિકિતા હું જવું હવે."
"હા, તું તારું કામ કર હું પણ હવે મારા ઘરે જવું કામ ઘણું બાકી રહ્યું છે."
નિકિતા ઘરે આવી જ્યાં ત્યાં પડેલ વસ્તુ ને વ્યવસ્થિત કરવા લાગી, પુરા ઘરની સફાઈ કરી ફ્રેશ થઈ ને બેડ પર લાંબી થઈ ગઈ, હજુ વિચારમાં દિપક જ ઘુમતો હતો, એમનું સ્વાભિમાની વ્યક્તિત્વ નિકિતના દિલમાં ઘર કરી ગયું હતું. સાથે એ પણ વિચાર કરતી હતી કે આ બાળકના મમ્મી પપ્પા કે ભાઈ બહેન પણ હશે જ ને, એક ભણવાની ઉંમરમાં એ મજૂરી કરી રહ્યો છે. તો પણ કેવો ખુદાર છે. ત્યાં બપોર ની રસોઈ નો સમય થઈ ગયો છે. મૂળ નથી પણ પેટની ભૂખ સંતોષવા એ રસોઈ બનાવવા લાગી, વિચાર પણ એ જ ચાલતા હતા. થોડું જમી વાસણ સાફ કરી એ ફરી બેડરૂમમાં આવી પોતાનું ટીશર્ટ કાઢી નાખ્યું, બ્રા પણ ઓપન કરી નાખી, શોર્ટને ધીરેથી કાઢ્યું અને પેન્ટીને પણ આઝાદ કરી નાખી.
નિર્વસ્ત્ર થઈને બેડ પર સુતા સુતા આરામ કરવા લાગી, મગજમાં અનેક વિચારે આવતા હતા, બાજુની ટીપાઈ પર પડેલ સિગારેટના બોક્સમાંથી એક સિગારેટ કાઢી અને કશ મારવા લાગી, પુરી સિગારેટ ફૂંકી નાખી. ક્યારે ઊંઘ ચડી ગઈ ખબર જ ન રહી. આમ તો રોજ બે પેગ મારી ને સુવાની આદત છે. પણ આજે નિકિતાને વિચારોનો થાક લાગ્યો હતો. એ વસ્ત્રહીન હોવા છતાં સવારે બનેલી ઘટનાનો ભાર લાગતો હતો. એ જ ભારને હળવો કરવા એ સુઈ ગઈ હતી.
ખબર જ ન રહી કે ક્યારે સાંજના છ થઈ ગયા. ડોરબેલ વાગ્યો અને ઊંઘ ઊડી ગઈ, ખાલી ટીશર્ટ અને શોર્ટ પહેરી એ દરવાજો ખોલવા ઉભી થઇ, પણ વિચારોનો મારો ફરી ચાલુ થવા લાગ્યો, પોતાની ચોવીસ વર્ષની લાઈફમાં એ આટલી સિરિયસ નહોતી થઈ જે આજે થઈ છે. દરવાજા તરફ માંડ માંડ પોતાના પગ ઉપડ્યા હતા. એક બંગાસું ખાઈ એને લોક ખોલ્યો, સામે જ એનો બોયફ્રેન્ડ વિવેક ઉભો હતો. અંદર આવતા ની સાથે જ નિકિતાને હગ કર લિપ કિસ કરી લીધી, પણ નિકિતમાં કોઈ જ રોમાંચ ન હતો, એ વિચારોમાં ખોવાયેલ હતી. વિવેક સોફા પર બેઠો અને નિકિતા પાણી લઈ આવી.
"ચાલ જાન તું ફ્રેશ થઈ જા, હું તારી માટે ચા બનાવું."
"ચાલ ને આજે તારી જોડે જ સાવર કરવાની મારી ઈચ્છા છે, બે દિવસથી સાથે સ્નાન નથી કર્યું આમ પણ મારો થાક પણ ઉતરી જશે."
"ના વિવું, આજે નહિ આજે મારુ મૂડ ઓફ છે, તું સાવર કરી લે હું ચા બનાવું"
"ના આજે તું મારી જોડે જ ચાલ, મને પણ સારું લાગશે, પાણીમાં રોમાન્સ કરવાની ક્ષણો પણ અદ્ભૂત હોઈ છે."
"નહિ પ્લીઝ તું ચાલ ફટાફટ ફ્રેશ થઈ જા પછી મારે તને એક વાત કરવી છે"
"વાત ગઈ માય તું આવને મારુ દિલ રાખવા માટે ચાલ."
"મેં તને એકવાર કહ્યું ને કે તું જા...પછી જીદ ન કર ખોટી...નહિતર કઈક બોલાય જશે..."
ક્રમશઃ...
✍️મનોજ સંતોકી માનસ✍️