સાવ જડ થઈ ગયો છું ચેતન કર,
સ્પર્શ કર ને મને સજીવન કર !
પ્રાર્થના તું બધી મનોમન કર,
હાથ જોડી અને ના વંદન કર !
હુંય ત્યાં જાત મારી લઈ આવું,
ક્યાંક હોવાનું તુંય સ્થાપન કર !
છેક પરદાનશીન થઈ જા તું,
બાદ હળવેકથી ખૂલું મન કર !
ટૂકડે ટૂકડે ન કર વાતો,
પ્રેમ કર તો પછી સનાતન કર !