કેટલીક ઈચ્છાઓ ને લઈ આજે એક રચના કરવી છે અને રચવી છે...
એ આંખો જે મારી સારી ખરાબ બન્ને બાજુ જોઈ શકે,
એ હોઠ જે મને સારું નહીં સાચું કહે,
એ કાન જે મારી પ્રસંસા સાંભળીને હરખાય,
એ હાથ જે સુખ દુઃખ બેય માં મને પકડી રાખે,
એ પગ જે દરેક સાચા રસ્તા પર મારી સાથે ચાલે,
અને આ તો રચાઈ, મારા મિત્ર ની આકૃતિ.
#આકૃત્તિ