કારણ મારે એક ભાઈ છે.
મમ્મી જે બનાવે એ હું જમી લઉં, પણ તીખુ ના બનાવતી,
કારણ મારે એક ભાઈ છે.
પૈસા જોઈએ તો બહેન - બનેવી ની યાદ આવે,
કારણ મારે એક ભાઈ છે.
સલાહ દેવામાં દાક્તર ન હંફાવે,
કારણ મારે એક ભાઈ છે.
સામાન્ય વાતોમાં દલીલ તો વકિલ જેવી કરે,
કારણ મારે એક ભાઈ છે.
નિંદ્રા હરીફાઈમાં કુંભકર્ણને હરાવે,
કારણ મારે એક ભાઈ છે.
RMD ની પડીકી ધાણાદારની જેમ ખાય,
કારણ મારે એક ભાઈ છે.
કાંઈ ન કરવાથી પણ એને પૈસા મળે,
કારણ મારે એક ભાઈ છે.
સભ્યતા ને પણ વિરોધાભાસ હોય છે,
કારણ મારે એક ભાઈ છે.
દેખાવ કરવાના મેડલ મળતા હોય એ મને ખબર પડી
કારણ મારે એક ભાઈ છે.
વાતો નો પડીકા બનાવતા બીજાના હાથ દુખે,
કારણ મારે એક ભાઈ છે.
આળસનુ બીજું નામ પણ હોય છે,
કારણ મારે એક ભાઈ છે.
પાપડ ભલે ના ભાંગે પણ ડોન આખા ગામનો,
કારણ મારે એક ભાઈ છે.
બ્રાહ્મણ પણ કુડળી જોતા થાકે,
કારણ મારે એક ભાઈ છે.
હાથ બે પણ મોબાઈલ ત્રણ,
કારણ મારે એક ભાઈ છે.
ઘરને મ્યુઝીયમ બનાવે,
કારણ મારે એક ભાઈ છે.
#કેતન પારેખ