દોડે તો છે આખી દુનિયા સમય સમય કરી ને.
આ સમય શુ ચીજ છે? એ સમજાય તો સારુ છે.
મારો સમય આવશે મારો સમય આવશે બહુ સાંભળ્યું આ,
હવે જો સમય ને સમય મળે ને અમારો આવે તો સારુ છે
જિંદગી ના આ સમય માં ખુશ રાખતા ચાલીએ બધાને,
શુ ખબર? કઈ ગાડીનું એન્જીન જઈ ક્યાં અટકશે,
બસ જે સમયે જ્યાં અટકે ત્યાં કર્મના ફૂલ ખીલેતો સારુ છે
તમારો સમય છે તમારો સમય છે બહુ કર્યા વખાણ,
હવે જેનો સમયનથી એનું દુઃખ બધાને સમજાયતો સારુછે
જીવનની ઘટમાળ તો આમજ ચાલ્યા કરવાની,
સમયની સાથે જો માનવી નું મૂલ્ય સમજાય તો સારુ છે
અસંતોસિ માણસ સદાય દુઃખી જણાય છે
બધાને જેટલું પ્રભુ આપે એમાં સંતોષ વર્તાય તો સારુ છે
કિસ્મત નો ખેલ પણ બહુ જોયો જીવન સરકસમાં
હવે કિસ્મત બદલવાની એક તક બધાને મળે તો સારુ છે.
-jigna.r.rabari