હસાવે તું, રડાવે તું,
આ પથ્થર દિલ ને પીગળે તું,
હદય ની દરેક ધડકનમાં તું,
મારા દરેક શ્વાસમાં તું,
મારા સ્વપ્નની તસ્વીર તું,
મારા દિવાસ્વપ્ન માં તું,
દરેક જગ્યા એ યાદ માં તું,
મારા દિલ નો અહેસાસ તું,
મારા ચહેરા પર નું સ્મિત તું,
મારા શૃંગાર સજવાની ખુશી તું,
આમ તો દૂર રહે તું,
પણ હદય ની અંદર છે તું,
તારી સાથે વિતાવેલ સમય,
ઘણા વર્ષ ની યાદ માં તું,
મારા છેલ્લા શ્વાસની,
આંખ સામે ની આકૃતિ તું,
સારીકા 💕