પેહલીવાર પેન આપતાં ઝાલ્યો તો હાથ
યાદ છે તને?
પેહલીવાર નજર ચોરીને અપાયેલું એ સ્મિત
યાદ છે તને?
પેહલીવાર તને બારીમાંથી છુપાઈને જોઇ હતી
યાદ છે તને?
પેહલીવાર કોલેજની કેન્ટીનમા અપાયેલું એ ગુલાબ
યાદ છે તને?
પેહલીવાર હિમ્મત કરીને તને કહ્યું તું આઇ લવ યુ
યાદ છે તને?
કાળની વિસરાઈ ગયેલી કેળિયે
તારી આકૃતિ
હૃદયના કોઈક ખૂણે
આજ પણ અકબંધ છે
એ યાદો મુલાકાતો પ્રેમની વાતો
તારા રીસામણા મનામણાં
મને તો હજુય યાદ છે
પણ આમાનું કાંઈ
યાદ છે તને?
#આકૃત્તિ