ચશ્માં
એક ઘડીયે તારા વગર ન ચાલતુ, મને તારી એવી પડી વૃત્તિ.
અને જો આવે એમા ક્ષતી, તો જાણે પડયો દુખનો પહાડ.
દરેક કામમા જરુર પડતી તારી, આ આંખ જો દુર્બળ થઈ.
પણ હા તુ કાળજી બહુ માંગે, અને હુ તો સાવ મનમોજી.
એટલે કયારેક હાથમાંથી છટકે, તો તને મારાથી ઘા વાગે.
અને જો તને ઘા વાગે, તો અંતે ભોગવવુ તો મારે જ રહ્યુ.
વારેઘડીયે તને જુદા રંગો, ભાતથી સજાવવાનુ મન થતુ.
રોજેરોજ નવી નવી ફેશનો, ઉમેરાતી તારા એ ખજાનામા,
અને ખાસ આ યુવાહૈયુ, એના મોહમા હંમેશા મોહાતુ.
આજકાલ તો તને ધારણ કરવાનુ વલણ આવ્યુ છે,
કોઈ મજબુરીમા તો કોઈ હોંશથી તને ધારણ કરતુ.