Gujarati Quote in Story by Hari Dodia

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મજબુર છતાં મજબૂત બાપને અર્પણ

વાર તે'વારે ખિસ્સામાં ફદિયું ન હોય તોય કરિયાણા કે કંદોયાની હાટડીએથી ભાઇ બાપા કરીને માલ કે મિઠાઈ લયાવે ને ઘરમાં ભીડનો અણહાર આવવા દે નૈં ઇ ,,, બાપ

અવસરમાં પોતે નવું પરસાદિયું ય ન લેય ને છોકરાંને કેય કે જલસો કરી લ્યો ઇ ,,, બાપ

પોતે અધવતા બૂટમાં પટ્ટી મારીને હલાવી લે પણ બાળકોને નવા ચેંડલ લાવી આપે ઇ ,,, બાપ

બાળકોનાં એડમિશન હાટુ પાંચ ફદિયાનાં પટ્ટાવાળાની હામે હાથ જોડીને કરગરે ઇ ,,, બાપ

એડમિશન કે અરજીઓ દેવા ટાણે છોકરાંને છાંયડે ઉભાડી કલાકો સુધી લાઇનમાં ઉભો રહે ઇ ,,, બાપ

બાળકોની ભુલ બદલ જાહેરમાં ધોલ મારી કઠોર બને ને પછી એકાંતમાં જઇ ને રોઇ નાખે ઇ ,,, બાપ

દિકરી વિદાય ટાણે હૈયું કઠણ કરી હસતે મોઢે આશ્વાસન આપી ને ખૂણામાં જૈ રુદન કરે ઇ ,,, બાપ

અતિ કઠોર દેખાય પણ અંદરથી કોમળ હોય ઇ ,,, બાપ

વા'લા ,, મુશ્કેલી ટાણે રોઇ નાખે ઇ 'માત' પણ રૂદન હૈયામાં દબાવીને હસતો રહે ઇ ,,, બાપ

જગતનાં તમામ મજબુર છતાં મજબૂત બાપને
હરિ ડોડીયા ,, વા'લાનાં વંદન

Gujarati Story by Hari Dodia : 111414196
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now