એક પગલું તારું ને એક પગલું મારું,
ખરતા પાન જોઈ વૃક્ષને લાચાર ધારું.
એક પગલું તારું ને એક પગલું મારું,
વહેતી નદીએ ભળે સાગર જળ ખારું.
એક પગલું તારું ને એક પગલું મારું,
ફંટાય પથ ચાર દિશાએ કોના સારું ?
એક પગલું તારું ને એક પગલું મારું,
ઉગ્યો નથી સુરજ ને ચોમેર અંધારું
એક પગલું તારું ને એક પગલું મારું,
વેગે વીતતું જીવન અઘરું તોય પ્યારું.
એક પગલું તારું ને એક પગલું મારું,
સ્મરણ લીલું ભીનું તાજું શીદ ઉતારું!
એક પગલું તારું ને એક પગલું મારું,
આંખ ખુલીને સ્વપ્ન તૂટ્યું સહિયારું.
નિશિતા પંડ્યા
28/04/2020