_અંત તરફ દોટ આંધળી મૂકી હતી આ દુનિયાએ_
_એના અંતને ઠેલવવા આ વિરામ જરૂરી હતો._
_શોખીન તો હતાં બધા પણ શોખ ભૂલી ગયા,_
_એ શોખ પાછાં કેળવવા આ વિરામ જરુરી હતો.._
_લોકોએ પક્ષ બદલ્યો,પક્ષોએ સરકાર બદલી_,
_રૂંધાતી લોકશાહી માટે આ વિરામ જરૂરી હતો._
_રચ્યા કુદરતે દૃશ્યો ઘણા, ઘણા રંગો વિખેર્યા_
_કુદરતના એ રૂપને માણવા આ વિરામ જરૂરી હતો.._
_ઈન્ટરનેટ થકી વિશ્વ થયું નાનું, અંતર થયું ખતમ_
_મિથ્યા એ તોડવા આ વિરામ જરૂરી હતો.._
_નવા સંબંધો બહુ બાંધ્યા,જૂના ટકાવી ના શક્યા,_
_એ સંબંધો તાજા કરવા આ વિરામ જરૂરી હતો.._
_કમાયા થોડું અને વાપર્યું ઘણું દેખાદેખીમાં,_
_હિસાબ એનો મેળવવા આ વિરામ જરૂરી હતો.._
_એકબીજાને સમજાવ્યા સહુએ, ખુદને સમજ્યા નહિ_
_એ સમજદારી કેળવવાં આ વિરામ જરૂરી હતો.._
_ઓળખાણો નવી વિકસાવી ઘણી અને વાપરી પણ,_
_ખુદની ખુદથી ઓળખાણ માટે આ વિરામ જરૂરી હતો.._