Gujarati Quote in Jokes by Ammy Dave

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દિવસ ગર્લફ્રેન્ડ. તેના બોયફ્રેન્ડ થી નારાજ થઈ ગઈ

છોકરો :- બેબી, જાનું
છોકરી :- જાને યાર નહિતર ચપ્પલ થી મારીશ તને
છોકરો :- અરે પણ થયું છે શું ? એ તો બોલ
છોકરી :- તને ખબર છે પેલા રાહુલ એ પ્રિયા ને નવો ફોન અપાવ્યો એ પણ બહુ મોંઘો
છોકરો :- એના ફ્રેન્ડને આ રાહુલ ને તો હું એક દિવસ બહુ જ મારીશ મારી ગર્લફ્રેન્ડ ને બગાડે છે
ફ્રેન્ડ :- કેમ એને ફોન અપાયો એમાં તારી ગર્લફ્રેન્ડ કઈ રીતે બગડે ?
છોકરો :- અરે યાર એ પ્રિયા ફોન તરત જ લઈને આને બતાવે છે અને પછી આ મારો જીવ ખાઈ જાય છે એક તો ફોન માં કંઈ આવડતું નથી ખબર નથી પડતી તોય મોંઘા ફોન વાપરવા હોય છે.
છોકરી :- એ બધું મને નથી ખબર તું મને ફોન નહિ અપાવે ત્યાં સુંધી હું તારી જોડે વાત નહિ કરું
છોકરો :- હે ભગવાન ! કયો ફોન લેવો છે તારે ?
છોકરી :- અપુ નો
છોકરા નો ફ્રેન્ડ : અલ્યા આને જૂનો ફોન લેવો છે ?
અને આ અપ્પુ કોણ છે ?
છોકરો :- જવાદે ને યાર મારે સારું સસ્તા માં પત્સે સારું જૂનો ફોન અપાવી દઈશ
છોકરી :- અબે ઑયે તને કોણે કીધું જૂનો લેવાનો છે ?
અપ્પુ કમપોની નું નામ છે.
છોકરો :- અલ્યા આ અપ્પુ વળી નવી બ્રાન્ડ આયી માર્કેટ માં ?
છોકરી :- ના અરે પેલો ફોન આગળ 3 કેમેરા આવે છે એ

છોકરો અને તેનો ફ્રેન્ડ વિચાર કરે છે અને છોકરા ને તેની ગર્લફ્રેન્ડ ઉપર ખૂબ ગુસ્સો આવે છે.
ફ્રેન્ડ ,:- અલ્યા શું થયું આમ મારવા ના જવાય
છોકરો :- અબે યાર આ ડફોળ ને નામ બોલતા પણ નથી આવડતું અને મોંઘા ફોન વાપરવા છે.
ફ્રેન્ડ:- ભાઈ બોલને હવે
છોકરો :- બે યાર ઓપ્પો નો ફોન માંગે છે.
😂😂😂😂😂

Story teller :- jo koi Phone ni mangani karvi hoy to pahela brand name avashy yaad rakhvu 😂😂

Gujarati Jokes by Ammy Dave : 111413994
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now