Parmaansiii_006
તું પૂછે છે, "શું અનુભવ્યું?"
બોલ, એને હું ક્યાં સરખાવું?
દુકાળ હતો જ્યાં લાગણીઓનો,
બોલ, એને હું કેમ ભીંજાવું?
વચનો હતા જે વિષ પર્યાયી
બોલ, એને હું કેમ પચાવું?
ઉપજ્યા વંટોળ અનંત વિચારી,
બોલ, એને હું કેમ અટકાવું?
તૂટી રહી છે આશ આ મારી,
બોલ, એને હું કેમ ટકાવું?
પૂછ્યો પ્રશ્ન તે ઉત્તર વિહોણો,
બોલ, તને હું શું સમજાવું?
#દુકાળ