ખેડૂત છે જગતનો તાત,
પણ મોંઘવારીના ખપ્પરમાં પીસાયો આપણો તાત.
ધરતીમાં પોતાનું લોહી સીંચે,
ને ધરતીને કરે લીલીછમ્મ.
કરે મહેનત અને પરસેવો પાડે દિનરાત,
છતાં પણ બિચારો ને લાચાર જગનો તાત.
તેના લીધે આપણા કોઠારો ભર્યાં ભાદરા,
ને ખેડૂતના ઘરે કરે કુસ્તી હાંડલા.
ખેડૂત સહે કુદરતનો કેર,
લીલો - સુકો દુકાળ ને જીવાતનો કેર.
દેવાના દરિયામાં ડૂબતો ખેડૂત,
પછી આત્મહત્યાનો રસ્તો અપનાવતો ખેડૂત.
આપણને શી એના દુઃખની જાણ નિમિકા,
આપણને તો માત્ર ધાનથી કામ નિમિકા.
નિમિકા.
#દુકાળ