આ સંકેત જોવા મળે તો સમજો કે તમારી સાથે છે કોઇ શક્તિશાળી આત્મા
અનેકવાર એવું થાય છે કે આપણા ઘર અથવા આસપાસ કોઇ શક્તિ હોય છે પરંતુ આપણને તેની ખબર હોતી નથી. તમે તેને જાણી કે ઓળખી શકતા નથી. જરૂરી નથી કે એ શક્તિઓ નકારાત્મક જ હોય. ઘણીવાર આ શક્તિઓ પોઝિટિવ પણ હોય છે. કેટલાક લોકો આ બધી વાતોમાં વિશ્વાસ રાખતા નથી હોતા કે આવું પણ હોય છે. જે લોકો તેમાં વિશ્વાસ કરે છે, તેઓ એ વાતને માને છે કે આપણી આસપાસ સારી અને ખરાબ બન્ને પ્રકારની શક્તિઓ હોય છે.
ઘણીવાર એવું થાય છે કે કેટલીક શક્તિઓ હંમેશા વાત કરવા માગતી હોય છે પરંતુ આપણને એ વાતની ખબર હોતી નથી. અનેકવાર આપણે વહેમ સમજીને અવગણતા હોય છે, પરંતુ આજે અમે અહીં એવા કેટલાક સંકેતો અંગે જણાવી રહ્યાં છીએ. જેનાથી તમે સરળતાથી જાણી શકો છો કે કોઇ શક્તિશાળી શક્તિ તમારી સાથે વાત કરવા માગે છે.
કોઇને સ્વપ્નમાં જોવું
જો તમે રાત્રે સુતા પછી કોઇ સ્વપ્ન જુઓ છો. જે પ્રેમથી ભરેલું હોય. જેને જોયા બાદ તમે અડધી રાત્રે જાગી જાઓ અને તમે ઇમોશનલ થઇ જાઓ, તો સમજી લોક કે તમારી સાથે કોઇ વાત કરવા માગે છે.
કોઇના સ્પર્શનો અનુભવ થવો
ક્યારેક કોઇને ચાલતી વખતે કે પછી ક્યારેક પાછળથી કે પછી તમારા હાથને અનુભવ થાય કે કોઇ સ્પર્શ કરી રહ્યું છે, પરંતુ તમે જુઓ છો તો આસપાસ કોઇ હોતું નથી. જો આવું થાય તો સમજી લો કે કોઇ તમારી સાથે છે.
અમુક પ્રકારની સુગંધ આવવી
કેટલીકવાર એવું થાય છે કે તમને કોઇ અજીબ વસ્તુની સુગંધ ખુબ જ આવવા લાગે છે. જેમ કે કોઇ પરફ્યૂમ, સિગારેટ, તંબાકુની સુગંધ પરંતુ તમારી આસપાસ રહેલી વ્યક્તિઓ પાસે આવી કોઇ વસ્તુ ન હોય, ત્યારે સમજી લેવું કે કોઇ શક્તિ તમારી આસપાસ છે.
જો તમને આવો અનુભવ થાય તો તમારી જાતને સંભાળો અને ડર્યા વગર માઇન્ડથી કામ લો. આ શક્તિઓ માત્ર ઇચ્છે કે તેમને ખબર પડે કે તમારી સાથે તેઓ છે, તમે જ્યારે તેમને એટેન્શન આપતા નથી, ત્યારે તેઓ આવું કરે છે.