Gujarati Quote in Poem by પિયુષ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/
હું પડકાર જેલનારો માણસ છું
હું ખુદમાં ખીલનારો માણસ છું

કાંટાળા, પથરાળા રસ્તાઓ પર,
તોફાનો વચ્ચે લડનારો માણસ છું

હોય છે ઘડીભરની હતાશા પણ,
હું એમાંથી ઉઠનારો માણસ છું

આલોચના ને તક સમજુ છું હું,
હું તક ને વિણનારો માણસ છું

સંઘર્ષ જેલવો સ્વભાવ છે મારો,
સહર્ષ સંઘર્ષમાં ખેલનારો માણસ છું

આવે-જાય ઘણી મુશ્કેલીઓ પણ,
હું મુશ્કેલીઓને મળનારો માણસ છું

ના હું ખાસ છું, ના હું રંક છું, પણ
હું ખુદને સશક્ત ઘડનારો માણસ છું

હા હું માનું, છે ઈશ્વર મારામાં પણ
એટલે હારને જીરવનારો માણસ છું

હું પડકારને જીવનારો માણસ છું
ને ખુદમાં જ માનનારો માણસ છું

મળે મને જે કોઈપણ બાધાઓ,
હું બાધાઓ માણનારો માણસ છું
/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/

-પીયૂષ કુંડલીયા

Gujarati Poem by પિયુષ : 111413715
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now