રાત્રિનો પડદો હટાવી જોયું તો,
કલરવ કરતી એક સવારે
પૂછ્યું મને કે હું આવું ?
મેં હસીને કહ્યું કે હાં, આવને.
હસતી હસતી એ દોડતી આવી અને મને વળગી પડી,
એનું નામ હતું જીંદગી.
સાથે સાથે એ લાવી
પાંચ પગથિયાં પ્રેમનાં
જોવું..ગમવું..ચાહવું....પામવું
આ ચાર પગથિયાં તો બહુ સહેલા છે.
પણ, સૌથી અઘરું પગથિયું છે પાંચમું,
"નિભાવવું !"