નથી હવે તુ.....
નથી સવાર તોય સંધ્યા લાગે છે
નથી બપોર તોય તાપ લાગે છે
નથી રાત તોય અંધકાર લાગે છે
નથી પાનખર તોય પાન ખરતાં લાગે છે
નથી ભૂકંપ તોય આંચકા લાગે છે
નથી તૂફાન તોય વિનાશ લાગે છે
નથી વરસાદ તોય દુકાળ લાગે છે
નથી નડતો ગ્રહ તોય શનિ લાગે છે
નથી ઉજાગરો તોય આંખ બંધ લાગે છે
નથી જખમ તોય પીડા લાગે છે
નથી કોઈ શબ્દો હવે જંજાળ લાગે છે
નથી કિનારો બધે તુફાન લાગે છે
નથી આનંદ ને કાળ ગબડતો લાગે છે
નથી માયુશી તોય આંખે દરિયો લાગે છે
નથી ભૂલાયો પ્રેમ તોય અકસ્માત લાગે છે
વહે યાદને અસ્તિત્વનો ભાર લાગે છે
નથી હવે તુ નથી પણ છે તેનો ભાસ લાગે છે.
#દુકાળ