આવી તો ગયા અહીં દૂર વતનથી
વસી તો ગયા અહીં તનમનથી
ભરી બેગમાં સૌ સામગ્રી યાદ કરી
સ્વજનોના હૂંફ અને સ્પર્શ છોડી
મળે છે મનગમતા પીઝા બર્ગર પેસ્ટ્રી અહીં
બાના હાથનો ઓળો અને રોટલો ક્યાંય નહી
જાહોજલાલી ઝળહળતી છે ચારેતરફ
પણ ભેંકાર શૂન્યતા વર્તે છે હરતરફ
મન કહે ઉડી જા એ નાદાન વતન ભણી
એ નગર જ્યાં વાટ જોવાતી આપણી
યાદોનો દાવાનળ સદાય સળગતો રહ્યો
લાગણીનો દુકાળ ભીતર વર્તાઈ રહ્યો
#દુકાળ