કોઈપણ વસ્તુ કે પૈસાનું “અધધ હોવુ”કે “અભાવ હોવો” એ પણ દુકાળ સર્જે છે.
મારું માનવું છે કે “દુકાળ” આ શબ્દ માત્રમાંથી અસંતોષની બૂ આવે છે. ગરીબ કે માલદાર દરેક જીવમાત્રનાં જીવનમાં નાની મોટી જરુરીયાતની વસ્તુની અછત એમના માટે દુકાળ સમી હોય છે. આખી જીંદગી પરિશ્રમ કરી રોજનું રોજ રળીને ખાનાર બે છેડા પરાણે મેળવનાર માનવીનાં જીવનમાં કુદરતી આફત કે અણધારી આફત અનાજનાં દાણે દાણાં માટે એમને મોહતાજ કરી નાંખે છે એ એક કારમી દુકાળ સમી જ વ્યાધિ છે. માલદાર વ્યકિતનાં જીવનમાં અતિશય જરુરિયાતની વસ્તુઓ હોવા છતાંય એમનાં ખર્ચાળ સ્વભાવ અને દેખાડો કરવાની આદત કે સ્ટેટ્સ જાળવવાની હોડ એમનાં જીવનને ક્યારેક પડતી તરફ દોરી જાય છે જે દુકાળગ્રસ્ત પરિસ્થિતિમાં એ જીવતા હો તેવું એમને મહેસુસ કરાવે છે. ગમે તેવી પરિસ્થતિમાં ચાલશે , ફાવશે અને ગમશે આ ત્રણ શબ્દની સાથે જીવનાર સંતોષનો મીઠો ઓડકાર આવે ત્યારે દુકાળ શબ્દનું જીવનમાં સ્થાન નથી રહેતું. જીવનમાં બારેમાસ મોસમ બદલાય તે છતાંય ભીની ભીની લીલોતરી લહેરાતી રહે છે.
નિશિતા પંડ્યા, કેનેડા
૨૭/૦૪/૨૦૨૦