શું કહું ?, કેમ કહું?
કોને કહું ?
કયારે કહું?
કે દુકાળ નો પડ્યો છે
વરસાદ!
આ અદ્ભુત લોક ડાઉન માં
અનેક એક,અનેક વિધ,
કે શેનો શેનો પડ્યો છે દુકાળ!
એટલે કહું છું
દુકાળ નો વરસાદ પડ્યો છે!
પાણી વગર પૂરી નો દુકાળ!
પાન માવા ને સિગારેટ બીડી
નો દુકાળ!
ગ્લાસ વગર જામ નો દુકાળ!
દુકાળ, દુકાળ ને દુકાળ
નવરા ધૂપ પણ મિત્રો
ની મુલાકાત નો દુકાળ!
ઘરે ઘરે કામવાળા નો દુકાળ!
મતલબ વગર એક કદમ
પણ કયાં ભરે છે માનવી!
ફાલતું માં ચક્કર મારવાનો
પડ્યો છે દુકાળ.
ગલી ગલી,ગામ ગામ,
શહેર શહેર માં
માણસ નો પડ્યો
છે દુકાળ!
#દુકાળ