હા પ્રેમ વરસાવ્યો તો પણ દુકાળ જેવું લાગ્યું,
મળી ને ગઈ હતી મને બાહો માં વિટળાઈને ,
માંગ્યો હતો સાથ તેની પાસે જનમ જનમનો ,
ગઈ છોડી લાગ્યું પડ્યો આ દિલમાં દુકાળ તેના નામનો,
વિસરીને પણ કેમ ભૂલું હું તેને આ દિલમાંથી,
ગઈ વસંત અને લાગ્યો તો દુકાળ તેના દિલનો,
જીવી શકું કેમ તેના લીધે હું અને તું પણ જાણે ,
તૂટ્યા આખે તારા તો પણ લાગ્યો દુકાળ પ્રેમનો,
જીવી લેજે આયખું તું મારા વગર આખું ,
પ્રેમ રહ્યો જિંદગીભર આ દિલમાં તારા નામનો,
મળીશ તને આવતા જન્મારે આ દિલ લઈને,
ભલે પડ્યો આ જન્મારે દુકાળ તારા નામનો .
#દુકાળ