જોક્સ.
#######
એક કાકા અને કાકી ને ગજબ ની બીમારી,
કાકા ને મૂછ ને દાઢી ના વાળ નો આવે અને કાકી ને માંથા માં વાળ સાવ ખરીગયા . બન્ને એ એક દિવસ દવા લેવાનું વિચાર્યું. બન્ને ગયા એક ડોક્ટર પાસે. ડૉક્ટર ને એમની પરેશાની બતાવી. ડોક્ટરે બન્ને ને એક એક પડીકી રાત્રે જમીને પીવાની કીધી, અને કીધું આ દવા લૈલેજો .
કાકા ને કાકી બન્ને દવા લઇને ઘરે આવ્યા સાંજ પડી.
હાજીતો જમવા બેઠા જ છે ત્યાં ગામ માં લાઈટ ગઇ. કાકા, કાકી માંડ અંધારા માં જ જમીને ઉભા થયા. ગામડામાં લાઈટ નું તો કંઈ નક્કી ના હોય એટલે એમને દવા લેવાનું વિચાર્યુ.દવા લઈને સુઈજવી એમ વિચાર્યું, દવા લેવા કાકા ઘરમાં પડીકી જ્યાં મૂકી હતી ત્યાં લેવા ગયા. અંધારા માં ખાખાખોળા કર્યા, માંડ દવા હાથમાં આવી. પણ બન્યું એવું કે અંધારા માં સરખું દેખાનું નહિ તેથી બન્ને ની પડીકી અદલા બદલી થઇ ગઈ.
બન્ને દવા લઇને સુઉગાયા. સવારે ઉઠીને બન્ને એક બીજા સામુ જોવે છે તો હસીને લોટપોટ થઇ જાય છે.
કાકી ને મૂછે અને દાઢીએ વાળ ઉગીગયા હોય છે ને કાકા ને માથે મોટા વાળ થઇ જય છે.
" મન" ૨૭/૪/૨૦૨૦