*જીવનમાં ધમંડ શું કામ??*
બાકસની એક દિવાસળી,
ધી નો એક લોટો,
લાકડાના ઢગલા ઉપર,
થોડા કલાકમાં રાખ....
બસ આટલી છે
આદમીની ઓકાત!!!!
એક બુઢા બાપ,
સાંજે મરી ગયા,
પોતાની આખી જીંદગી,
પરિવારના નામે કરી ગયા,
ક્યાંક રડવાનો અવાજ,
તો ક્યાંક વાતમાં વાત,
અરે જલ્દી લઈ જાઓ,
કોણ રાખશે આખી રાત....
બસ આટલી છે,
આદમીની ઓકાત!!!!
મર્યા પછી નીચે જોયું,
નજારો નજર સામે જોયો,
પોતાના મરણ પર,
કોઈ લોકો જબરજસ્ત,
તો કોઈ લોકો જબરજસ્તી,
રડતાં હતાં........
નથી રહ્યા... જતાં રહ્યાં.......
ચાર દિવસ કરશે વાત...
બસ આટલી છે,
આદમીની ઓકાત!!!!
આખી જીંદગી,
મારૂ- મારૂં કર્યુ,
પોતાના માટે ઓછું,
બીજાના માટે વધારે જીવ્યા,
કોઈ નહીં આપે સાથ,
જશો ખાલી હાથ,
તલભાર સાથે લઈ જવાની,
નથી ઓકાત,
બસ આટલી છે,
આદમીની ઓકાત!!!!
તો પછી જીવનમાં ધમંડ શું કામ??