Gujarati Quote in Story by Paresh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લઘુકથા:
"લોકડાઉન"
એંશી વર્ષ વટાવી ચૂકેલા રમણકાકા મંદિરના ઓટલે બેઠાં હતાં. એવામાં પોલીસની ગાડી આવી. પોલીસ ઇન્સ્પેકટર સાહેબ ડંડો લઈને ગાડીમાંથી નીચે ઉતર્યા અને કાકાને કહ્યું " અરે કાકા ઘરે જઈને શાંતિથી બેસોને, ખબર નથી પડતી હાલ લોકડાઉન ચાલે છે. ઉંમરનું ધ્યાન રાખો." રમણકાકા પોતાની લાકડી લઈને ધીમે ધીમે ઘરે જઈ સોફા પર આંખો બંધ કરી બેઠાં. થોડી વારમાં રસોડામાંથી અવાજ આવ્યો. "આવી ગયા ઘરે. કંટાળી ગયા આ લોકડાઉનથી, થોડી વાર આ ડોસો બહાર બેસતો હોય તો ઘરમાં થોડી શાંતિ પણ મળે." રમણકાકા અવાજ સાંભળી આંખો ખોલી મનમાં વિચાર્યું " ઘરની તોછડી ભાષા કરતા પોલીસ સાહેબની માન ભરી આજીજી સાંભળી લઈશ." ધીમે ધીમે લાકડી લઈ ફરી મંદિર તરફ આગળ વધ્યા.
Pk

Gujarati Story by Paresh : 111412886
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now