પ્રેમ ની વાત કરો કે પ્રેમ થી વાત કરો દરેક માણસ ને પસંદ આવે છે. ધ્યાન દઈ ને સાંભળ્યા જ કરે. પછી તે વાત કોઈ માતા પિતા કરતાં, ભાઈ બહેન કરતાં હોય, મિત્ર કરતાં હોય, કે પછી કોઈ પ્રેમી પંખીડા કરતાં હોય. 🤗
પણ હવે એવું થાય છે કે બહાર થી થોડોક પ્રેમ મળતો થાય અટલે ઘર નો પ્રેમ ભુલાઈ જાય છે. કોઈ વસ્તુ પરિવાર પાસે માંગી હોય પરિવાર નાં પાડે અને એ વસ્તુ તેને બહાર કોઈ વ્યક્તિ લાવી આપે, એ વ્યક્તિ તેનાં માટે બધું જ થઈ જાય છે. અને પછી તેને પ્રેમ નું નામ આપવામાં આવે છે.
અને આ પ્રેમમાં નામ પર એક અનોખું રૂપ ધારણ કરી લે છે. અડધી રાત સુધી ફોન પર વાતો કરવી,કોઈ જોય નો જાય તેવી રીતે મળવા જવું. પરિવાર સાથે ઝગડા કરવા નાની નાની બાબતો ને લઈ ને એક જ વ્યક્તિ માટે જે તેનાં માટે બરોબર છે કે નહીં તે તો પોતાને પણ ખબર નથી હોતી. પોતે હેરાન થાય પરિવાર સાથે સાથે હેરાન કરે છે.
પ્રેમ ઝગડો કરતાં તો નથી શીખવતો છતાં લોકો ઝગડા કરે છે. ખોટુ બોલતાં તો નથી શીખવતો તો પણ ખોટું બોલે છે. પોતાના ને દુર કરતાં તો નથી શીખવતો તો પણ માણસ એક બીજા થી દુર થઈ જાય છે.
પ્રેમ તો બસ મહેસુસ કરવાનો હોય છે. પ્રેમમાં તો આપડી સાથે જોડાયેલ દરેક વ્યક્તિ ને ખુશ રાખવાના હોય છે. પ્રેમમાં ભાગી જઈ ને સાબીત નો કરવાનો હોય એ પ્રેમ નથી હોતો. એ વ્યક્તિ જ્યાં છે ત્યાં એ ખુશ છે બીજ ને દુઃખ આપી પોતે ખુશ રેહવું એ પ્રેમ નથી.