Lockdown ના આ સમયમાં ઘરબંધીમાં ઘરનાજ 4 વચ્ચે મે મારો "સ્મૄતી" ખજાનો ખોલી જોયો,
બાળપણમાં રમેલો અળકો - દળકો રમી જોયો,
ઘરઘત્તા, શુન્ય-ચોકડી નો ખેલ પણ ખેલી જોયો,
Lockdown ના આ સમયમાં...
પુત્ર-પુત્રીના લગ્ન નો ALBUM કાઢી જોઈ જોયો,
પૌત્ર-પૌત્રીની Drowning Book માં color પણ પુરી જોયો,
Lockdown ના આ સમયમાં...
"પ્રધાનજીના" કહેવા પર થાળી ડંકો વગાડી જોયો,
ને તા 09. ના 09.00 PM એ "વિશ્વશાંતિ" નો દિપક પ્રગટાવી જોયો,
Lockdown ના આ સમયમાં...
આસપાસના જરૂરીયાત મંદોનો હાલ જ્યારે મેં જોયો,
2-4 ભલા શ્રીમંતો ને કહી જરૂરી સામાન પહોંચાડી જોયો,
Lockdown ના આ સમયમાં...
ગલી ના નાકે બેસતાં ગાય-શ્વાન ને બિસ્કીટ રોટલો ધરી જોયો,
"આયુષમંત્રાલય" ના નામે આવેલ Message ને સાચો-ખોટો ચકાસી જોયો,
Lockdown ના આ સમયમાં...
એકજ હિંચકે બેસી "દિકરામાં" જ "મિત્ર" ને મ્હોરતો જોયો,
વહુબેટા ને મદદ કરવા ફળ,શાક ને ભાજી પાલવ ધોઈ જોયો,
Lockdown ના આ સમયમાં...
વિતેલી યુવાનીના ભૂલાયેલા Friends નો સંપર્ક કરી જોયો,
"Covide-19" માટે તેઓનો પણ અભિપ્રાય લઈ જોયો,
Lockdown ના આ સમયમાં...
ચઢાવી ચશ્માં "Neighbor" ના દીકરાને "Maths" નો દાખલો ગણાવી જોયો,
બાજુવાળાં ના કહ્યાં મુજબ "Immunity power" વધારવા ઘરગથ્થુ પ્રયોગ કરી જોયો,
Lockdown ના આ સમયમાં...
આથમતી સંધ્યા એ દિવાટાણે "મૃત્યુંજય" નો જાપ જપી જોયો,
ને પુત્રની "માં" ના ફોટા ને સ્હેજ "સ્પર્શી" જોયો,
Lockdown ના આ સમયમાં...
ઘડપણ લાગતું હતું અત્યાર સુધી જે કારમું
એ "ઘડપણ ની એકલતા ને એકાંત" નો "જાદુ" પણ માણી જોયો,
Lockdown ના આ સમયમાં...
આશુ/યોગી