ઘણીવાર યુવા અવસ્થામાં હોર્મોન્સ પરિવર્તન એટલુ અસંતુલિત રૂપમાં થાય છે કે વધુ ખીલને લીધે સુંદર ચહેરાની રંગત અને રોનક બગડી જાય છે. આવો જાણીએ એવા જ આસાન ઘરેલુ ઉપાયો વિશે જે ખીલ અને તેનાથી બનેલા દાગને જડથી મટાડી તમારા ચહેરાને ફરીથી આકર્ષક અને ખૂબ સૂરત બનાવી શકે છે.
-જાંબુના ઠળીયાને પાણીમાં ઘસીને ચહેરા ઉપર લગાવવાથી ખીલ સાફ થઈ જાય છે.
-દહીંમાં કેટલાક ટીંપા મધ મળવી તેને ચહેરા ઉપર લગાવો. તેનાથી થોડા દિવસોમાં ખીલ દૂર થઈ જશે.
-તુલસી અને ફૂદીનાના પત્તાને બરાબર માત્રામાં લઈ પીસી લો તથા થોડુ લીંબુનો રસ ઉમેરી ચહેરા ઉપર લગાવવાથી પણ ખીલથી છુટકારો મળી જાય છે.
-લીમડાના ઝાડની છાલને ઘસીને ખીલ ઉપર લગાવવાથી પણ ખીલ મટે છે.
-જાયફળમાં ગાયનું દૂધ મેળવી ખીલ ઉપર લેપ કરવો જોઈએ.
-હળદર, બેસનનું મિશ્રણ બનાવી ચહેરા ઉપર લગાવવાથી ખીલ દૂર થઈ જાય છે.
-લીમડાના પત્તાના ચૂરણને મુલતાની માટી અને ગુલાબજળ મેળવી પેસ્ટ બનાવી લો અને તેને ચહેરા ઉપર લગાવો.
-લીમડાની જડને પીસી ખીલ ઉપર લગાવવાથી પણ તે સારા થઈ જાય છે.
-કાળી માટીને ઘસીને ખીલ ઉપર લગાવવાથી પણ તે નષ્ટ થઈ જાય છે.