વિનોદી તારી અદાઓમાં અંજાઈ ગઈ
ભાન ભૂલી તારા સપનાઓમાં ખોવાઈ ગઈ
આંખ ખુલી તો આભાસ થયો
હતો તારો વિનોદ એ એહસાસ થયો
શમણાંઓ તૂટ્યા અને રંગો વિખરાઈ ગયા
ભ્રમણાઓમાં રાચતા પ્રસંગો વિસરાઈ ગયા
નાદાની તારી હું સચ્ચાઈ સમજી
વિનોદને તારા હું પ્રેમ સમજી
પણ જે થયું સારુ થયું એ વાત સમજાઈ ગઈ
હતી એ મારી ભૂલી તારી નહી એ વાત મનાઈ ગઈ
આભાર એ પળનો પ્રસંગનો અને અસ્તિત્વનો
હૃદયના પડળો ઉઘાડી ઉજાગર કરતા અનુભવનો
હવે પાસે આવી છુ તને ખોઈ ને
મારા હોવાપણાને માણું છુ મારામાં મોહીને
વિનોદી તારી અદામાં......
#વિનોદી