Gujarati Quote in Quotes by રાધે ની ડાયરી

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અખાત્રીજ .

હું એક ખેડૂત ની દીકરો આજે વાત કરવી મારે અખાત્રીજ ની, વરસો થી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિ.
પહેલાં ના સમય માં ખેડૂતો પાસે કોઈ હવામાન ખાતા નું જ્ઞાન નહિ પણ ખેડૂત અખાત્રીજ આવે ને બળદ લઈને સીમ ભણી ખેતરે ખેડ કરવા તૈયાર રે'તો.
અખાત્રીજ ના આજના શુભ દિવસે પપ્પા ખેતરમાં જાય ને ધરતીમાતા નું પૂજન કરે સાથે હળ-ટ્રેકટર ગાડુ - બળદની પૂજા કરવાની રિવાજ છે. આ વારસા મા મળેલ પ્રકૃતિ ની પૂજા કરવાનો લ્હાવો છે.
આધુનિકરણ મા હવે ગામડામાં રીવાજ ભુલાયા છે પહેલા પરંપરાગત રીતે આખુ વર્ષ ખેતી કામ માટે રાખેલ બળદ ને ખેડૂત ચાંદલો કરી ખેતર મા જાય અને મુહૂર્ત ના પાંચ આંટા મારી ખેતી ના નવા વર્ષ ની શરૂઆત કરી ખેડૂત પ્રાથના કરતો ..

" હે ,માં મારુ વરસ સારુ જ જે, કણ નો મણ કરજે."

ખેતર માં પછી હળોતરું ચાલુ થાય ને સાથે મીઠું ગીત લલકારતો જાય ધરતી નો તાત મારો બાપલીયો .!!!

"હારે ખેડ ખેડો વૈશાખ આ બેઠો, અખાત્રીજ આવી...
જો જો મુહૂર્ત ના જાય ઓ બાપલા.
હાકો બળદ હવે હેત થી...."

પ્રકૃતિ એ દેવ છે એની પૂજા કરવી, નૈવધ ધરાવવુ એવો રિવાજ વર્ષોથી અમને ખેડૂત પૂત્ર તરીકે વારસા માં મળ્યો છે. આ દિવસ નો મહિમા ખેડુતો માટે અનેરો છે.આ દિવસે પ્રકૃતિ ની પૂજા અર્ચના કરવાથી અન્ન નું ઉત્પાદન સારું થાય અને પશુઆરોગ્ય જળવાઈ રહે એવી અનેક માન્યતાઓ અમારા પૂર્વજો ની.

ગમેતેટલી કપરી પરિસ્થિતિમાં હાર ને ખમી જઈને જીત ની ઉજાણી કરે એવો ખમીરવંતો ખેડૂત.
ઉજાણી નો પણ મોટો મહિમા !!
ખેતર માં જઇ ખેડૂત હળ હાંકે અને ખેડૂત ની પત્ની બાળકો સહિત પ્રાકૃતિક માહોલમાં ચૂલા પર રસોઇ બનાવે અને સૌ સાથે બેસી ને બપોર નો રોંઢો કરે.
વારતહેવારે થતી ઉજાણીઓ કરતા વૈશાખ સુદ ત્રીજ ની ઉજાણીનો આનંદ અનેરો હોય !!! આવી ઉજાણી નો લહાવો અમે બાળપણમાં થી લેતા અને આજે પણ લીધો..
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

આ દિવસ ને અક્ષય તૃતીયા પણ કહેવાય છે.વરસ નો એવો દિવસ જ્યાં કોઈપણ શુભ કામ કરવાનું વણમાગ્યું શુભમુર્હૂત હોય .
મારા દાદા કે 'તા સતયુગની શરૂઆત અખાત્રીજ ના દિવસથી થઈ હતી. આમ આ યુગાદિ તિથિ પણ છે.
ખેડૂતો ને અખાત્રીજ ની શુભકામના.
નવું વર્ષ ખેડૂતો ને લાભદાયી બને સારું ઉત્પાદન મળે તેવી ઇશ્ચર ને પ્રાર્થના.

પ્રકૃતિમય બનીએ તો જ કુદરત આપણું પોષણ કરશે.
*અન્નદાતા શુખીભવ:*

Gujarati Quotes by રાધે ની ડાયરી : 111412001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now