❄️કૉરોના કથની ✳️
બહાર જવાતું નથી
ઘરમાં મન માનતું નથી.
કોઇને કહેવાતું નથી
મનથી સહેવાતું નથી
ઓફિસ ભુલાતી નથી
ઉઘરાણી નીકળતી નથી
રૂબરૂ મળાતું નથી
વીડિયોકોલમાં ફાવતું નથી
સાચું કહેવાતું નથી
ખોટું સહન થતું નથી
અધૂરાકામ પૂરા થતાં નથી
નવાકામ મળતા નથી
ઘરમાં હોટલ જેવું બનતું નથી
વખાણ્યા વગર ખવાતું નથી
ઊંચા અવાજે બોલાતુ નથી
ધીમેથી કોઈ સાંભળતું નથી
ખડખડાટ હસાતું નથી
મનમાં રડાતું નથી
દેશની સરકારને કહેવાતું નથી
ઘરની સરકાર સમજતી નથી
અમે મરદ મૂછાળા કોઈથી ડરતા નથી
એ વ્હેમ થી બહાર નીકળાતું નથી
ઘરમાં રહો
સ્વસ્થ રહો
સલામત રહો