જીવન એના માટે જીવવું છે,
પણ એને સમજાય તોય ઘણું છે.
વેચાઈ જવું છે એની પાસે એ,
કિંમત કરી શકે તોય ઘણું છે.
ખપી તો એના હૈયા માં જવું છે,
એ નજર મિલાવે તોય ઘણું છે.
ચોરી તો મારુ કાળજું લીધું છે,
પંપાળી લે તોય ઘણું છે.
સંગાથ ના આપે જીવતર માં,
સ્મરણ કરે તોય ઘણું છે.
ભલે ના દેખાડે એના રૂપને
વાયે વાતું કરે તોય ઘણું છે.
~પ્રક્રુતિ ની ખુશ્બુ