પથિક તું ચેતજે પથ ના સહારા પણ દગો દેશે
ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે
મને મજબુર ના કરશો નહીં હું વિશ્વાસ લાવું
અમારા નો અનુભવ છે તમારા પણ દગો દેશે
હું મારા હાથ થી જ નૌકા ડુબાડી દેત મઝધારે
ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે
ઠરી જશે એ હમણાં એમ માની મેં ના ઠાર્યા
ખબર નોતી આ નજીવા તીખારા પણ દગો દેશે
હું જાણું છું છતાં નિશદિન લૂંટાવા જાવ છું નાઝીર
શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે
રચના : નાઝીર દેખૈયા
🙏🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🙏