જીવનમાં ભૂલથી પણ ન કરશો આવી ભૂલ, કંગાળ બની રસ્તા પર આવી જશો
શાસ્ત્રોનુસાર સુખદ અને સૌભાગ્યશાળી જીવનનો આધાર વ્યક્તિના કર્મ પર રહેલો છે. ખરાબ સમયમાં વ્યક્તિ ભગવાનની આરાધના કરે છે, તેવી જ રીતે સુખના સમયમાં કેટલીક બાબતોની તકેદારી રાખવાથી ભવિષ્યમાં આવનાર સમયને પણ સુધારી શકાય છે. તેના માટે રોજીંદા જીવનમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ભોજન દરેક વ્યક્તિની પાયાની જરૂરીયાત હોય છે. પરંતુ તેનું અપમાન જે ઘરમાં થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ શક્ય નથી. શાસ્ત્રોનુસાર ભોજન કર્યા પછી થાળીમાં એઠું છોડવું ન જોઈએ. આમ કરવાથી ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે છે અને સૌભાગ્ય દુર્ભાગ્ય બની જાય છે.
આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે સૂર્યોદય પછી પથારીનો ત્યાગ કરી દેવો જોઈએ. સવારે ઉઠ્યા બાદ પથારી અને ઘરની સાફ-સફાઈ કરી લેવી અને સંધ્યા સમયે પણ પથારીમાં સૂવું નહીં. આ નિયમનું પાલન ન કરનાર પણ પોતાના દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.
ઘરમાં અન્ય સ્થાનનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ બાથરૂમનું હોય છે. જે ઘરમાં બાથરૂમ અસ્ત વ્યસ્ત અને ગંદુ હોય છે તેમની કુંડળીના ચંદ્રને પણ ગ્રહણ લાગી જાય છે. જેના કારણે લોકોની માનસિક શાંતિનો ભંગ થઈ જાય છે.