Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ હવે આવી લારી લઈને સૌથી પહેલા કયો હોશિયાર ભાઈ નીકળે છે એ જ જોવાનું...! 🧐

નિરમા સાબુથી હાથ ધોવા પાંચ રૂપિયા આપો, લાઇફ બોય કે દેટોલ માટે સાત રૂપિયા અને બધાના હાથે અડીને ગંદો થયેલો સાબુ ના જોઈએ તો લિકવિડ સોપ ના દસ રૂપિયા...😅

હાથ ધોયા પછી એક કોમન નેપકીન બધાને ફ્રીમાં આપવા આવશે, જેને નવો નેપકીન જોઈએ એણે પાંચ રૂપિયા એક્સ્ટ્રા આપવા પડશે. વધારે સફાઈ માટે ટિસ્યુ પેપરનો ઓપ્શન પણ છે એના માટે ફક્ત વીસ રૂપિયા ચૂકવવા પડશે, વાપરેલ ટિસ્યુ ફ્રીમાં અમારી કચરા પેટીમાં નાખવા દેવામાં આવશે!

રસ્તા ઉપર થુંકવાની મનાઈ છે, એનો પણ અમે ઉપાય ખોળી લીધો છે, અમારી પાસે એક સૂકી, સહારાના રણની માટી ભરેલી, ઢાંકણા વાળી ડોલ છે એમાં થુંકવાના ફક્ત પચાસ રૂપિયા... જાહેરમાં થુંકો તો હજાર રૂપિયા દંડ ભરવો પડે અહીંયા ફક્ત પચાસ રૂપિયા!

તમારે મને એટલે કે તમારી વ્હાલી બહેન નિયતીને ધન્યવાદ કહેવાની જરૂર નથી, લારી લઈને નીકળો એટલે મને કોન્ટેક્ટ કરજો હું બીજા અફલાતૂન આઈડિયા આપીશ અને એનો પણ કોઈ ચાર્જ નહિ લઉં...!

બોલો ત્યારે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત!
ભારત માતા કી જય 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111411745
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now