#જિજ્ઞાસુ
જીજ્ઞાસુ મન આ ભટકે હજુ શોધવા ને ઉત્તર,
સામર્થવાન નુ સર્જન છે સુંદર આ સંસાર તો,
એજ શાને કરતો એ સર્જન નુ વિસર્જન!
જીજ્ઞાસુ મન આ ભટકે હજુ શોધવા ને ઉત્તર,
હું તો જાણવું કેમ એ ન જાણું કલાકાર છે આતે કેવો,
કલ્પતો પોતે જ રચતો ને જાતે કૃતિ એની મીટાવ'તો!
જીજ્ઞાસુ મન આ ભટકે હજુ શોધવા ને ઉત્તર,
ભણાવ'તો એજ સકલ સંસાર ને પ્રેમ તણા પાઠો,
પૂછે હિરેન એજ પ્રેમથી થયા જે ઘાયલ કાં તડપાવ'તો