Gujarati Quote in Poem by Kajal Rathod...RV

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જિજ્ઞાસુ

માં ના ગર્ભમાં દીકરી ઉછરે કેવી રે જિજ્ઞાસુ!!
બહાર ની દુનિયા કેવી હશે એ જાણવા ની જિજ્ઞાસુ!!
ગર્ભમાં એ સાંભળી રહી એને મારવાની તૈયારી,
એનો શું વાંક છે એ જાણવા ની જિજ્ઞાસુ!!
માં ના અથાગ પ્રયત્નથી દુનિયા જોઇ એ દીકરીએ,
પેંડાના બદલે જલેબી કેમ એ જાણવા ની જિજ્ઞાસુ!!
નિશાળે ગઈ, રમવા ગઈ રોકટોક લગાવાઈ,
ભાઈ બહેન વચ્ચે ભેદ કેમ એ જાણવા ની જિજ્ઞાસુ!!
આમ બેસવાનુ, આમ બોલવાનું, આમ નય ચાલવાનું,
એવી તે શું ભૂલ એની એ જાણવા ની જિજ્ઞાસુ!!
દિકરી માટે માગુ આવ્યુ ,ઘરના બધા ખુશ થયા,
એવુ તે શું છે એમાં એ જાણવા ની જિજ્ઞાસુ!!
માં એ આપી શિખામણ અને આપ્યા બોધપાઠ,
કેવી રીતે પાલન કરશે એ જાણવા ની જિજ્ઞાસુ!!
લગ્ન થયા સાસરે ગઈ, અરમાનો ઘણા દિલ મા,
સપના કેવા પૂરા થશે, એ જાણવા ની જિજ્ઞાસુ!!
માં એ કીધું સાસરે ઘર છે, સાસરીમાં પારકી જણી,
પોતાનુ ઘર કયાં એ જાણવા ની જિજ્ઞાસુ!!
માનવાનુ પતિનુ, સાસુ-સસરાનુ, ને દિયર ને નણંદનુ,
દિલની વાત કોને કરે એ જાણવા ની જિજ્ઞાસુ!!
ફરી એ ચક્ર ફરયુ ને કર્યુ એને ગર્ભ ધારણ,
દીકરી આવશે તો શું ફરી એ ચક્ર એ જાણવા નીજિજ્ઞાસુ!!
પોતાની જિગ્નાસા મટી નહીં, ન મળ્યા કોઈ જવાબ,
શું આ જ દીકરી ની જિંદગી એ જાણવા ની જિજ્ઞાસુ!!


- kajal Rathod..

Gujarati Poem by Kajal Rathod...RV : 111411571
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now