સંબંધ નો સરવાળો
કચરો બહુ ભેગો કરી લીધો હવે,
હૃદયના ખૂણાઓ ને હવે ચોખ્ખા કરી લઈએ,
વગર શસ્ત્ર એ બહુ ઘા મારી લીધા હવે,
ક્યાંક ક્યાંક મૌન ધારણ કરતા શીખી લઈએ,
યુનિવર્સિટી થી સ્નાતક તો બની લીધું હવે,
પ્રયત્ન કરી આજ પોતાને જ ઘડી લઈએ,
બધા ને બહુ ઠેશ પહોંચાડી દીધી હવે,
હવે પોતાની મનમાની ઓછી કરી લઈએ,
ભૂલચૂક કરી દુઃખી કરી લીધા બહુ હવે ,
સમય લઈ સંબંધ નો સરવાળો કરી લઈએ....
- ડો. અવનિ કડીયા "અગ્નિ"
26/4/2020