Gujarati Quote in Motivational by Tr. Mrs. Snehal Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારે આગળ વધવું છે? કોણ ના પાડે છે? આપણી શરમ. શરમ છોડીને પ્રશ્નો પૂછો. જિજ્ઞાસુ બનો. જેટલું પૂછશો એટલું વધારે જાણવા મળશે. પણ પૂછવાનું મન ક્યારે થાય? જ્યારે અહં અને શરમ બાજુ પર મુકીને જિજ્ઞાસુ બનીએ ત્યારે.
એક નાનું બાળક સતત પ્રશ્નો પૂછે છે. શા માટે? કારણ કે તે જિજ્ઞાસુ છે. હજી શરમ, અભિમાન એનાં સુધી પહોંચ્યા નથી.
એક શિક્ષક જ્યારે વર્ગખંડમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવાનું ટાળે છે અથવા વિદ્યાર્થીને ધમકાવીને બેસાડી છે ને ત્યારે તે અજાણતા જ પણ બાળકની જિજ્ઞાસાવૃત્તિને મારી નાખવાની શરૂઆત કરે છે. બાળકને જિજ્ઞાસુ બનાવો. એને કંઇક કરવાનું મન થાય એવું કરો. તો જ એ આગળ વધશે. નહીં તો ગોખી ગોખીને પાસ તો થઈ જશે પણ જીવનમાં કરી કંઇ કરી શકશે નહીં.
જિજ્ઞાસુ માણસ ક્યારેય પાછો પડતો નથી. એને પોતાની સમસ્યાનું સમાધાન મળી જ જાય છે. માટે જિજ્ઞાસુ બનો.
#જિજ્ઞાસુ

Gujarati Motivational by Tr. Mrs. Snehal Jani : 111411520
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now