ફોરમ છુ હુ,
તો મને પ્રસરાવતો પવન છે તું,
જો નદી છુ હુ તો
મારી સમાંતર ચાલતો કિનારો છે તું
જો વર્ષા છું હું તો
મને પોતાનામાં સમાવતું વાદળ
છે તું.
જો ગીત છું હું તો
મને શણગારતુ સંગીત છે તું
જો પ્રીત છું હું તો
મને નિભાવવાની એક
રીત છે તું.
જો કવિ છું હું તો
મારા કાવ્યનો સાર છે તું
હવે એથી વધુ શું કહું તને
સમજ કે મારા સમગ્ર
અસ્તિત્વનો આધાર
છે તું.
By _ Diya modh