Gujarati Quote in Poem by Mansi Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Parmaanaiii_005

આજે મને એક સપનું આવ્યું,
સપના મા કંઇક ગમતું પામ્યું...

વિહ્વળ મારું મન જિજ્ઞાસુ,
લહેરસમું એને વહેતા પામ્યું...

હતી અભિલાષા જે સૃષ્ટિ ની,
ચરણ તળે મહાલવા પામ્યું...

હતી તલપ મને જે ખુશ્બુ ની,
મધુર સુગંધ નું સ્વર્ગ એ પામ્યું...

હતી તલાશ મને જે ચહેરા ની,
આંખો સમક્ષ નિહાળવા પામ્યું...

હતી પ્રતીક્ષા જે શબ્દો ની,
ચારો તરફ એ ગુંજતા પામ્યું...

હતી તરસ મને જે અમૃત ની,
હૈયા થકી એ પીવા પામ્યું...

આજે મને એક સપનું આવ્યું,
સપના મા કંઇક ગમતું પામ્યું...!

#જિજ્ઞાસુ

Gujarati Poem by Mansi Parmar : 111411438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now