પળે પળે મળે છે ઓચિંતી ઈશ્વર કૃપા મને,
રાખે છે મારો પ્રભુ હંમેશા હેમખેમ મને....
દરેક વાત માં ધ્યાન રાખતો ....
હંમેશા મને પાસે રાખતો....
સાચવતો મને રોજ રોજ
જીવન માં છે હવે મોજ મોજ
માફ કરતો મારા ગુનાઓ
એનો તો છે એવો જ સ્વભાવ
ઘટતું નથી કાઈ જીવન માં હવે
ઘણું બધું આપ્યું છે મને આ ભવે
સંતુષ્ટિ છે મારા જીવન થી મને
રાખે છે મારો પ્રભુ હંમેશા હેમખેમ મને...