" સરળ જીવન "
ગોપી આમ તો સ્વભાવે સરળ અને સંસ્કારી છોકરી. ખુબ ઓછા બોલી અને સુંદર પર્સનાલીટી ધરાવતી હોય બધાને સહજ પ્રિય હતી. અમદાવાદ માં ભારતીય સંસ્કૃતિ પર p h d કરી રહી છે. લોકડાઉન હોવાથી સુરત મા ભાઇ ભાભી ના ઘરે આવી ગઇ. એક દીવસ કોઇ એ પુછયુ કે ગોપી સુખ ની વ્યાખ્યા શુ? ગોપી હસીને બોલી કે સુખ વ્યાખ્યાયીત નથી, તેને જીવવુ પડે છે. આપણી મરજી મુજબ સૌનો આદર અને સૌનો સ્વીકાર કરીને લાગણીથી સબંધ નીભાવીયે એ સુખની શરૂઆત છે. સહજ,સરળ અને સાદગી યુક્ત જીવન એ સંવેદનશીલતા ની ઓળખ છે. ગોપીએ આ તમામ સદ્ગૂણો ને ચરિતાર્થ કર્યા છે.એટલે પ્રશ્ન પુછનાર ને પણ ગોપી નો જવાબ હ્રદયસ્થ થઇ જાય છે. આ સમય મા છોકરીઓ ફાલતુ મોજશોખ પાછળ જીવન વ્યર્થ ગૂમાવતી હોય ત્યારે આ ગોપી ભારતીય સંસ્કૃતિ અને વારસાનુ શિક્ષણ પ્રાપ્ત કરી ને શિક્ષણ જગત માં એક પ્રેકટીકલ ઉમદા ઉદાહરણ પુરુ પાડવા તરફ જઇ રહી છે. સરળતા ને શબ્દોમાં જ વ્યકત કરવાની નહિ પણ જીવી બતાવવા માટેની તાકાત એટલે ગોપી. ગોપીને હુ કરીબ થી ઓળખુ છુ. સુંદરતા અને મીઠી બોલી એ તેની પહેચાન છે.
- ભાવેશ ગોધાણી