જિજ્ઞાસુ હતી તને જાણવા
તારા અંતરનો સાથ માણવા
પણ જાણ્યા પછી સમજાયું
ખરું પોત તારું પરખાયું
ભ્રમ સઘળા ઘડીમાં ભાગ્યા
ઓરતા મારા એરણે ચઢ્યા
અરમાનોની હોળી કરી
યાદોની ઝોળીને વહેતી કરી
નીકળી પળી જુદી વાટે
અનજાન ડગર અધૂરી રાતે
જિજ્ઞાસુ હતી તને જાણવા
પણ જાણીને અજાણી રહી
કદાચ એ જ હતું શાનમાં
તારા માનમા અને મારા અપમાનમાં...
#જિજ્ઞાસુ