Gujarati Quote in Thought by Nimika

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નદી દોડતી રહી,
બની જિજ્ઞાસુ ,દરિયાને મળવા નદી દોડતી રહી.

છોડી પોતાનું મૂળ નદી દોડતી રહી,
ઘેલી થઈ દરિયાની ઊંડાઈ માપવા,
નદી દોડતી રહી.

ક્યારેક નાનું ઝરણું બની,
ક્યારેક વિશાળ પટમાં વિસ્તરી,
દરિયાને મળવા, નદી દોડતી રહી.

ક્યાંક જમીનને સિંચતી,
ક્યાંક પૂર બની વિનાશ વેરતી,
બાવરી થઈ દરિયાને મળવા, નદી દોડતી રહી.

રણને છે પાણીની તરસ,
પણ નદીને તો માત્ર દરિયાની તરસ,
પ્રેમમાં પાગલ બની,નદી દોડતી રહી.

સૂરજના કિરણો લખે કવિતા ,
પણ નદીને ક્યાં છે એની પરવા,
એ તો પ્યાસી બની,નદી દોડતી રહી.

એના કિનારા વચ્ચે છે થોડુંજ અંતર,
પણ ક્યાં કદી એક થયા છે!
નદી તો દરિયા જોડે એકાકાર થવા ,બસ દોડતી રહી.

બની જિજ્ઞાસુ, દરિયાને મળવા નદી દોડતી રહી.
નિમિકા.






#જિજ્ઞાસુ

Gujarati Thought by Nimika : 111410945
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now