#જિજ્ઞાસુ
કુંડળી જોયા વિના જે જોડાય છે
એ જ સબંધો માં મનગમતું થાય છે
એમને કાયમ મને મળવું ના ગમે
એ જ ઈચ્છા એમની કયા રોકાઈ છે
એ અજાણ્યો પાથ જાલી ચાલ્યા હતા
સાદ જાણીતો સતત ત્યાં અથડાય છે
જે વચન આપી નિભાવી જાય છે
દિલ ની ભાષા એ જ રીતે બોલાય છે
છેક ભીતર ખળભળી ઉઠે લાગણી
પ્રેમ નું વાદળ પછી ગોરંભાય છે
રોજ નકશો પાથરી શોધું છું એમને
ને પગેરું દિલ માં મારા ઝડપાય છે
સાદ પાડું એટલી દુરી ના ગમે
"જિજ્ઞાસા"(જાણવા ની ઈચ્છા) એમને ક્યાં સમજાય છે?
ચિતરું એની છબી હું શબ્દ માં
શબ્દ દેહે એજ રીતે અડકાય છે
આ "મહોતરમાં" ની લગની લાગી મને
પ્રેમ નો પારો સતત ચડતો જાય છે
-કાનો