એક વાત કહેવી છે તને
શા માટે થયો છે તું રુદ્ર
શા માટે થયો છે આકરો
છોડ હવે, બહુ કરી મનમાની તે
થઈ જા શાંત, કરી દે માફ સૌ ને
આખરે છે સૌ તારા વગરના અધૂરા
ધરતી મારી માં છે તો
છત્ર છાયા છે આકાશ
ખોળો છે પ્રકૃતિ નો
એક વાત કહેવી છે તને,
ક્ષમા યાચના કરે યાચક,
રિઝવે તને પ્રેમ થી,
અરજ બસ એટલી કે
આપ હવે તું ક્ષમા....