Gujarati Quote in Poem by Pankil Desai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. . . . નું શું?

સંબંધો નું શું?
સચવાઈ જાય.

માણસનું શું?
અટવાઈ જાય.

લગ્ન નું શું?
થતાં થઈ જાય.

કૌભાંડો નું શું?
ભીનું સંકેલાઈ જાય.

સરકાર નું શું?
પડે ને પાછી આવી જાય.

યુદ્ધનું શું?
હારજીત સાથે વસવસો રહી જાય.

વ્યક્તિ નું શું?
તમે વ્યક્તિની, વસ્તુથી કિંમત કરો તો તમારી કિંમત થઈ જાય

પ્રકૃતિનું શું?
એને અન્યાય કરો તો એનો ન્યાય જાતે કરે અને પછી જોવા જેવી થાય.

વાણી નું શું?
પાણી ની જેમ સાચવીને વાપરો તો બેડો પાર થઈ જાય.

ચૂંટણી નું શું?
મત ન આપો તો વેડફાઈ જાય.

ધર્મ નું શું?
ધર્મો રક્ષતિ રક્ષિત:

દેશ નું શું?
તમે દેશનાં ન થાઓ તો દેશ તમારો ક્યાંથી થાય.

અને કોરોના નું શું?
સાવચેતી અને સ્વયંશિસ્ત પાળો, તો ચિંતા અને ચિતામાંથી મુક્તિ મળી જાય .... હાલ પૂરતી.


✍🏿..પંકિલ દેસાઈ

#કિંમત

Gujarati Poem by Pankil Desai : 111410718
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now