શહેરોના અંધકારમાં ઉજળું
તો મેં ગામડું જોયું છે,
ભૂખ્યા પેટને અન્નનાં પોષણ
આપતું ગામડું જોયું છે,
સુરજ ભાસ્કરને જગાડતું
ગામડું મેં જોયું છે,
કાચી માટીમાં પાકા વચનો
આપતું ગામડું જોયું છે,
સ્વાર્થમાં છોડતાને નિસ્વાર્થભાવે
અપનાવતા ગામડું જોયું છે,
મૂડી ના મોહમાં વગર મુડીયે
જીવાડતું ગામડું જોયું છે,
છાતી ચીરીને, હરખના અશ્રુનો
વરસાદ કરી ધાન્ય ઉગાડતું
ગામડું જોયું છે,
સૂર્યનારાયણની વિદાઈ ટાણે સંધ્યા
વંદન કરતુ ગામડું જોયું છે.
~પ્રક્રુતિ ની ખુશ્બુ